Disconnection

જાહેર સૂચના


વડોદરા ગેસ લિમિટેડ ના માનવંતા ગેસ ગ્રાહકો ને જણાવવાનું કે ઘણા ગેસ ધારકો કે જે બીલ ભરવાની આપેલ સમય મર્યાદામાં ગેસ બીલનું ચુંકવણું કરતા નથી કે જેથી આપેલ દ્વિમાસિક બીલ ઉપર કંપનીના ધારાધોરણ મુજબ પેનલ્ટી / દંડ લાગુ કરવામાં આવે છે. તદઉપરાંત જો પેમેન્ટ બીલ વધારાના ૦૨ મહિના સુધી ન કરવામાં આવે તો વડોદરા ગેસ લિમિટેડ દ્વારા અધિકૃત કરેલ સ્ટાફ કોઇ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર ગેસ કનેકશન બંધ / કાપી જશે. જે આપ માટે તથા આપના કુટુંબીજનો માટે અસુવિધા ઊભી કરી શકે છે.


આવી પરિસ્થિતિ / સંજોગો ટાળવા માટે વડોદરા ગેસ લિમિટેડના તમામ ગ્રાહકોને સૂચના આપવામાં આવે છે કે, આપના ગેસ બીલ ની ભરપાઇ સમયાનુસાર કરવી. વિવિધ બીલ પેમેન્ટ વિક્લ્પ વડોદરા ગેસ લિમિટેડની વેબસાઇટ www.vgl.co.in ઉપર ઉપલબ્ધ છે. કૃપા કરીને નોંધ લેશો કે વડોદરા ગેસ લિમિટેડ ઓપરેશન અને મેઇન્ટેનન્સ ટીમ કે જે ગેસ સપ્લાય બંધ કરશે, ત્યાર બાદ ગેસ કનેકશન ચાલુ કરવા માટે આપશ્રી ના દ્વારા ગેસ રિકનેકશન ચાર્જિસ ના ચુંકવણા થયા બાદ જ ગેસ કનેકશન ચાલુ કરવાની પ્રકિયા હાથ ધરાશે, જે ધ્યાને લેવા વિનંતી છે.


વધારાની કોઈ પણ પ્રકાર ની જાણકારી માટે આપેલ ટેલી.નં. ૧૮૦૦૨૩૩૬૦૪૮, ૦૨૬૫ – ૨૩૪૪૬૧૮/૨૫૮૦૬૧૦, ૦૨૬૫ – ૨૪૩૪૧૧૯/૧૧૭ ઉપર સંપર્ક કરવો અથવા VGL website https://www.vgl.co.in ઉપર માહિતી મેળવી શકાય.