જાહેર સૂચના
વડોદરા ગેસ લિમિટેડ ના માનવંતા ગેસ ગ્રાહકો ને જણાવવાનું કે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પુરો પાડવામાં આવતા ગેસ પુરવઠામાં ગંધયુક્ત પ્રવાહી મિક્ષ કરી પાઇપલાઇન ગેસ તથા સી.એન.જી પુરો પાડવામાં આવે છે. જો કોઇ પરિસ્થિતિ માં શહેરના નાગરિકોને સડેલાં ઇંડા જેવી તીવ્ર ગંધ કોઇ રહેણાંક / કોમર્શીયલ / સી.એન.જી ગાડી / એલ.સી.વી કાસ્કેડમાંથી આવતી જણાય તો તાત્કલિક વડોદરા ગેસ લિમિટેડના નીચે જ્ણાવેલ 24x7 કાર્યરત કંટ્રોલ રુમમાં સંપર્ક કરવા વિંનતી છે. સંપર્ક થયેથી વડોદરા ગેસ લિમિટેડની ટીમ સદર ફરિયાદ ને તાત્કાલિક અસરથી એટેંડ કરી નિકાલ કરશે. ઉપરોકત બાબતે આપનો સાથ સહકાર આપવા વિનંતી છે. જેથી કોઇ દુર્ઘટના / અકસ્માત / આગ લાગવાના બનાવો ને ટાળી શકાય.
વધારાની કોઈ પણ પ્રકાર ની જાણકારી માટે આપેલ ટેલી.નં. ૧૮૦૦૨૩૩૬૦૪૮, ૦૨૬૫ – ૨૩૪૪૬૧૮/૨૫૮૦૬૧૦ ઉપર સંપર્ક કરવો અથવા VGL website https://www.vgl.co.in ઉપર આપેલ સદર વિસ્તાર ના ઈજનેર ને ફોન કરી માહિતી મેળવી શકાય.