જાહેર સૂચના
વડોદરા ગેસ લિમિટેડ ના સર્વ ઘરગથ્થુ તેમજ કોમર્શીયલ ગ્રાહકો ને નમ્ર વિનંતિ છે કે, નોન સ્ટેન્ડર્ડ રબર હોઝ નો વપરાશ ગેસ સ્ટવ અથવા ગેસ ગીઝર માટે ન કરવો. સર્વ ગ્રાહકો ને નમ્ર વિનંતિ છે કે રબર હોઝ પાઇપ સ્ટેન્ડર્ડ કોડ IS: 9573 મુજબ જ વપરાશ કરવો અને વડોદરા ગેસ લિમિટેડ દ્વારા મંજુર કરેલ વિક્રેતા કંપની ના નામની જ લેવી. સદર ની યાદી વડોદરા ગેસ લિમિટેડ ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. વડોદરા ગેસ લિમિટેડ ના પાઇપ ગેસ કનેકશનમાં અનધિક્રૃત રીતે કોઇ પણ પ્રકારના ફેરફાર / બદલાવ કરવો ગેરકાયદેસર છે. આવા કોઇ પણ પ્રકારના ફેરફાર વડોદરા ગેસ લિમિટેડની જાણ બહાર કરવામાં આવશે તો આવા ગેસ ગ્રાહકો ઉપર કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગેસ કનેકશનમાં કોઇ પણ પ્રકારના ફેરફાર / રીફિંટિગ / સેફકસ્ટડી કરવા માટે વડોદરા ગેસ લિમિટેડને સંપકૅ કરવા વિનંતી છે.
વધારાની કોઈ પણ પ્રકાર ની જાણકારી માટે આપેલ ટેલી.નં. ૧૮૦૦૨૩૩૬૦૪૮, ૦૨૬૫ – ૨૩૪૪૬૧૮/૨૫૮૦૬૧૦, ૦૨૬૫ – ૨૪૩૪૧૧૯/૧૧૭ ઉપર સંપર્ક કરવો અથવા VGL website https://www.vgl.co.in ઉપર આપેલ સદર વિસ્તાર ના ઈજનેર ને ફોન કરી માહિતી મેળવી શકાય.