Safe Custody & Reconnection

જાહેર સૂચના


વડોદરા ગેસ લિમિટેડ ના માનવંતા ગેસ ગ્રાહકો ને જણાવવાનું કે જો આપનું ઘર એક મહીનો કે તેથી વધુ સમય માટે બંધ રહેવાનું હોય અને ગેસ કનેકશન નો વપરાશ ન થવાનો હોય એવા સંજોગો માં આપશ્રી ને નમ્ર વિનંતી છે કે, આપના ગેસ કનેકશન ને વડોદરા ગેસ લિમિટેડને સંપર્ક કરી વડોદરા ગેસ લિમિટેડની વેબસાઇટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી ગેસ કનેકશન ને સેફ કસ્ટડી કરાવી દેવું. આપશ્રી તરફ્થી સેફ કસ્ટડીની અરજી મળ્યે થી વડોદરા ગેસ લિમિટેડની ડિપાટૅમેન્ટની ટિમ, આપના ઘરે ગેસ કનેકશનની વિઝિટ કરી કનેકશનને બહાર થી બંધ કરી તેને છુટી કરી દેશે. જેથી ઘરમાં કોઇપણ પ્રકારના ગેસ લીકેજની શકયતા નહિવત કરી શકાય અને મીનીમમ બીલીંગ ને પણ ટાળી શકાય. સેફ કસ્ટડી કરાયા બાદ જ્યારે ગેસ કનેકશન પાછું જોડાણ કરવું હોય તેવી પરિસ્થિતિમાં “રિકનેકશન ફોમૅ” ભરી તથા રિકનેકશન લાગત ભરી ગેસ કનેકશન રિકનેકશન ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આપની પોતાની સલામતી માટે, પોતાની રીતે ગેસ કનેકશન છુંટું કરવું નહિ.

આ જાહેરાત વડોદરા ગેસ લિમિટેડ ના તમામ ગ્રાહકો કે જે પાઇપ લાઇન ગેસ નો વપરાશ કરે છે, તેમની સલામતી અને સુખાકારી માટે જાહેર કરવામાં આવેલ છે. જેથી એવા કેટલાય ઘર / કોમર્શિયલ એકમો કે જે લાંબા સમયથી ગેસ કનેકશન નો વપરાશ કરતા નથી અને એવા ગેસ કનેકશન સેફ કસ્ટડી કરાવેલ નથી અથવા ઘણાં સમય થી ઘર બંધ છે. જેથી ગેસ લીકેજ થવાથી આગ લાગવાના બનાવ / અક્સ્માત / જીવ ના જોખમ થવાની શકયતા ને નહિવત કરી શકાય / ટાળી શકાય.


વધારાની કોઈ પણ પ્રકાર ની જાણકારી માટે આપેલ ટેલી.નં. ૧૮૦૦૨૩૩૬૦૪૮, ૦૨૬૫ – ૨૩૪૪૬૧૮/૨૫૮૦૬૧૦ ઉપર સંપર્ક કરવો અથવા VGL website https://www.vgl.co.in ઉપર આપેલ સદર વિસ્તાર ના ઈજનેર ને ફોન કરી માહિતી મેળવી શકાય